Waterproofing methods, Modern kitchen designs, Vaastu tips for home, Home Construction cost

Get In Touch

Get Answer To Your Queries

Select a valid category

Enter a valid sub category

acceptence


બેઠકરૂમ માટેના આ વાસ્તુના સૂચનોની મદદથી હકારાત્મક ઊર્જાના પ્રવાહને સુધારો

ઘરનો બેઠકરૂમ કે લિવિંગ રૂમ સામાન્ય રીતે લૉન્જ કે ડ્રોઇંગ રૂમ તરીકે ઓળખાય છે, જેને ઘરમાં પ્રવેશતી ઊર્જાનું દ્વાર કહેવામાં આવે છે. ઊર્જા હકારાત્મક હોય કે નકારાત્મક, તે બેઠકરૂમમાંથી જ ઘરમાં પ્રવેશે છે, જે ત્યારબાદ તમારી અને તમારા પરિવારની સાથે ક્રિયાપ્રતિક્રિયા કરે છે, જે તમારા આરોગ્ય, સંપત્તિ અને સુખાકારીને પ્રભાવિત કરે છે.

Share:




રાત્રે બાળકો સાથે ગેમ રમવી હોય કે તમારા જીવનસાથીની હૂંફમાં સોફા પર બેસીને કૉફીની ચૂસકી લેવી હોય કે દર પંદર દિવસે ભેગા મળીને મોજ કરવા તમારા મિત્રોને આમંત્રિત કરવા હોય, ઘરમાં સૌથી વધુ બેઠકરૂમનો જ ઉપયોગ થાય છે. ઇન્ટીરિયરની દોષરહિત રચના કરવાની સાથે-સાથે બેઠકરૂમ માટેના વાસ્તુના કેટલાક સૂચનોનું પાલન કરવું પણ એટલું જ મહત્વનું છે, જેથી કરીને આ જગ્યા શુભ અને હકારાત્મક રહે અને કોઈ પણ પ્રકારની નકારાત્મક ઊર્જાથી મુક્ત રહે.

 

આ લેખમાં આપવામાં આવેલા બેઠકરૂમ માટેના વાસ્તુના સૂચનો તમને તમારા પરિવારના દરેક સભ્ય માટે એક ખુશહાલ, સફળ અને તંદુરસ્ત જીવનની ખાતરી કરતી હોય તેવી વાસ્તુના નિયમો મુજબની જગ્યાનું આયોજન અને રચના કરવામાં માર્ગદર્શન આપશે.



ભેગા મળીને આનંદ માણવાનો હૉલઃ

 

  • જ્યારે કોઈ મુલાકાતી તમારા ઘરના પરિસરમાં દાખલ થાય છે, ત્યારે તે સૌથી પહેલા તમારા બેઠકરૂમમાં પ્રવેશે છે, આથી, તમારા ઘરના પ્રવેશદ્વારની ગોઠવણ અનુકૂળ દિશામાં થાય તે જરૂરી છે, જેમ કે, પૂર્વ, ઉત્તર અથવા ઉત્તર-પૂર્વ, વળી આ જગ્યામાં યોગ્ય હવાઉજાસ રહે તે પણ ધ્યાનમાં રાખવું જોઇએ. આ જગ્યાને ઘણીવાર મેળ-મિલાપ માટેની જગ્યા પણ કહેવામાં આવે છે, આથી, જો તમને મેળ-મિલાપ માટે તમારા મહેમાનોને આમંત્રિત કરવાનું ગમતું હોય તો, વાસ્તુ મુજબ તમારા હૉલની દિશા તમારા ઘરના દક્ષિણ-પશ્ચિમ એટલે કે નૈઋત્ય ખૂણામાં હોવી જોઇએ.


સમૃદ્ધિ લાવવા માટે લાભદાયીઃ

 

  • બેઠકરૂમ એ તમારા નિવાસસ્થાનનું પ્રવેશદ્વાર છે અને તે પૂર્વ અથવા ઉત્તર દિશામાં આવેલું હોવું જોઇએ. બેઠકરૂમ માટેના વાસ્તુના સૂચનો મુજબ, આ જગ્યા પૂર્વાભિમુખી અને ઉત્તરમુખી ઘરો માટે ઉત્તર-પશ્ચિમ ખૂણા (વાયવ્ય)માં આવેલી હોવી જોઇએ. જ્યારે દક્ષિણાભિમુખ ઘરોમાં બેઠકરૂમ માટેના વાસ્તુના સૂચનો મુજબ, બેઠકરૂમ ઘરના દક્ષિણ-પૂર્વ ખૂણા (અગ્નિ)માં હોવો જોઇએ. બેઠકરૂમની ગોઠવણ નિશ્ચિત દિશામાં કરવાથી તમારા ઘરમાં અપાર ધન-સંપત્તિ, આરોગ્ય અને સફળતા આવે છે. આથી, જો તમે અપાર સમૃદ્ધિને આવકારવા માંગતા હો તો, બેઠકરૂમ માટેના વાસ્તુના આ સૂચનોનું પાલન કરો.


બેઠકરૂમમાં ઢાળઃ


બેઠકરૂમમાં પૂર્વ કે ઉત્તર દિશા બાજુ ઢાળ રાખવો એ વાસ્તુના નિષ્ણાતો મુજબ શુભ માનવામાં આવે છે. પૂર્વ દિશાનો ઉત્તર-પૂર્વ ખૂણો (ઇશાન) એ બેઠકરૂમમાં ઢાળ આપવા માટેની સૌથી અનુકૂળ દિશા માનવામાં આવે છે.

 

અભ્યાસ માટે શુભઃ

બેઠકરૂમમાં ઢાળ રાખવાથી તે આ ઘરમાં રહેતા બાળકોના અભ્યાસ માટે પણ લાભદાયી માનવામાં આવે છે, જે તેમને અપાર સફળતા મેળવવામાં અને અભ્યાસ કરતી વખતે એકાગ્રતા જાળવવામાં મદદરૂપ થાય છે. શિક્ષણના ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે પશ્ચિમનું પ્રવેશદ્વાર લાભદાયી માનવામાં આવે છે.


ટીવી માટે એક અલાયદી જગ્યાઃ

 

  • તમારા ઘરમાં રહેલી અન્ય કોઈ પણ ચીજની જેમ ટીવીની યોગ્ય ગોઠવણ પણ તમારા ઘરના કંપનોને પ્રભાવિત કરે છે. વાસ્તુ મુજબ બેઠકરૂમમાં ટીવી જગ્યા તમારા ઘરના દક્ષિણ-પૂર્વ ખૂણા (અગ્નિ)માં હોવી જોઇએ. જો આ મનોરંજનના સાધનને તમારા ઘરના ઉત્તર-પશ્ચિમ ખૂણા (વાયવ્ય)માં મૂકવામાં આવે તો, તમારા ઘરના સભ્યો તેમનો મૂલ્યવાન સમય ટીવી જોવામાં વેડફી કાઢે છે.


તમારા ફર્નિચરને ક્યાં મૂકશો?:

 

  • બેઠકરૂમના ઇન્ટીરિયરના વાસ્તુનો ઘરમાં રહેલા લોકોના આરોગ્ય, સમૃદ્ધિ અને સુખાકારી પર નોંધપાત્ર પ્રભાવ પડે છે. બેઠકરૂમમાં આરામદાયક સોફા સેટ જેવા વિશિષ્ટ ફર્નિચરનો ઉમેરો કરવાથી તમારા ઘરમાં લાવણ્ય તો આવી શકે છે પણ સોફા સેટ માટેના વાસ્તુ મુજબ આ ફર્નિચરની ગોઠવણ અંગે પણ વિચારણા કરવી જોઇએ. સોફા સેટને પૂર્વ અથવા ઉત્તર દિશામાં આવેલી દિવાલની સામેની તરફ મૂકવાનું સૂચવવામાં આવે છે, કારણ કે, પૂર્વ દિશામાંથી આવતા સૂર્યના કિરણો સીધા આ દિશા પર પડે છે.


પોર્ટ્રેટ્સ અને પેઇન્ટિંગ્સ માટેની જગ્યાઃ

 

  • ઉત્કૃષ્ટ પેઇન્ટિંગ્સ અને પોર્ટ્રેટ્સ તમારા બેઠકરૂમની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે અને તેને બેઠકરૂમના ઉત્તર-પૂર્વ ખૂણા (ઇશાન)માં લગાવવા જોઇએ. આ કલાકૃતિઓ હકારાત્મકતા, આનંદ અને શાંતિ જેવી લાગણીઓ ઉત્પ્રેરિત કરતી હોવી જોઇએ. ઉદાસીનતા, દુઃખ અને નકારાત્મક લાગણીઓ જન્માવે તેવા પેઇન્ટિંગ્સ કે પોર્ટ્રેટ્સને ટાળો.


શૉપીસને લટકાવવા માટેની જગ્યાઃ

વાસ્તુશાસ્ત્રમાં સૂચવવામાં આવ્યું છે કે, ઝુમ્મર જેવા શૉપીસને બેઠકરૂમની પશ્ચિમ કે દક્ષિણ દિશામાં લટકાવવા જોઇએ. તેનાથી આ જગ્યાની હકારાત્મકતા અને લાવણ્ય પર ખૂબ જ પ્રભાવ પડી શકે છે.


તમારા બેઠકરૂમ માટે કયો રંગ શ્રેષ્ઠ ગણાય છે?:

 

  • તમારા બેઠકરૂમનો રંગ તમારા ઘરમાં પ્રવેશતી હકારાત્મક ઊર્જાને કેદ કરી લે છે. બેઠકરૂમના ઇન્ટીરિયર માટેના વાસ્તુ મુજબ, બેઠકરૂમને સફેદ, બેઇજ, ક્રીમ, પીળા કે વાદળી જેવા આછા રંગો વડે રંગવો જોઇએ. આ રંગો આ જગ્યામાં હકારાત્મકતા, આનંદ અને સંતોષને વધારે છે.


તમારા બેઠકરૂમમાંથી કેટલીક ચીજોને કાઢી નાંખવી જોઇએઃ

 

  • ઘરના સુશોભન માટેની કેટલીક ચીજો તમારા ઘરમાં નકારાત્મક ઊર્જાનો પ્રવાહ ખેંચી લાવી શકે છે. તમારા બેઠકરૂમમાંથી આવી કેટલીક ચીજોને કાઢી નાંખવી ખૂબ જ જરૂરી છે. ઘરને વાસ્તુ મુજબ બનાવવા માટે તમારે આ ચીજો બેઠકરૂમમાં રાખવી જોઇએ નહીં:

     

    1. નુકસાની પામેલા કે બગડી ગયેલા ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્સ અને એપ્લાયેન્સિસ.

     

    2. યુદ્ધ, રડતું બાળક અથવા ડુબી રહેલા જહાજ જેવા નકારાત્મકતા દર્શાવનારા પેઇન્ટિંગ્સ અને પોર્ટ્રેટ્સ.

     

    3. તૂટી ગયેલી કે જેમાં તિરાડ પડી ગઈ હોય તેવી ફ્રેમો, અરીસા અને શૉપીસ.


ફોન માટેની જગ્યાઃ

 

  • વાસ્તુશાસ્ત્રમાં સૂચવ્યાં મુજબ, ફોનને બેઠકરૂમની પૂર્વ, ઉત્તર અથવા દક્ષિણ-પૂર્વ દિશા (અગ્નિ)માં રાખવો જોઇએ. ટેલીફોનને તમારા બેઠકરૂમની દક્ષિણ-પશ્ચિમ (નૈઋત્ય) અથવા ઉત્તર-પશ્ચિમ (વાયવ્ય)માં રાખવાનું ટાળો.


પૂજા માટેની જગ્યાઃ

  • બેઠકરૂમમાં ભગવાનના ફોટા લટકાવવા માટેનું વાસ્તુ સૂચવે છે કે, ભગવાનની પૂજા કરવા માટેની જગ્યા તમારા બેઠકરૂમની ઉત્તર-પૂર્વ દિશા (ઇશાન)માં હોવી જોઇએ. આ ખૂણાને શુભ માનવામાં આવે છે અને તે સમૃદ્ધિ લાવે છે.

     

આ પણ વાંચોઃ તમારા ઘરમાં હકારાત્મક ઊર્જાને વધારવાના 6 ઉપાયો


સીડીનું નિર્માણ કરવું:

 

  • બેઠકરૂમ માટેના વાસ્તુના સૂચનો સૂચવે છે કે, બેઠકરૂમમાં સીડી માટેની ઉત્તમ જગ્યા પશ્ચિમ, દક્ષિણ અથવા તો દક્ષિણ-પશ્ચિમ ખૂણો (નૈઋત્ય) છે, જેનાથી મહત્તમ લાભ મેળવી શકાય છે.


પ્રકૃતિને સામેલ કરવાનું મહત્વઃ

 

  • તમારા બેઠકરૂમના ઉત્તર-પૂર્વ ખૂણા (ઇશાન)માં છોડ મૂકીને તમારી આ જગ્યામાં કુદરતી સૌંદર્યને લાવવાથી તે તમારા બેઠકરૂમમાં હકારાત્મક કંપનો લાવે છે.


એર કન્ડિશનર્સઃ

 

  • તમારા બેઠકરૂમના તાપમાનને સંતુલિત જાળવી રાખવા માટે વાસ્તુ એર કન્ડિશનરને તમારા બેઠકરૂમના ઉત્તર-પશ્ચિમ (વાયવ્ય), પૂર્વ અથવા પશ્ચિમ ખૂણામાં રાખવાનું સૂચવે છે.



વાસ્તુના નિયમોનું પાલન કરનારા બેઠકરૂમ દ્વારા આરોગ્ય, સમૃદ્ધિ, ખુશીઓ અને સંતોષને આવકારો. તમારા બાળકોના ઉજ્જવળ ભવિષ્યનું આયોજન કરવા અને તમારા મહેમાનોને હકારાત્મક વાતાવરણમાં આવકારવા બાળકો અને મહેમાનો માટેના રૂમના વાસ્તુશાસ્ત્ર પરના આ લેખને વાંચો.



સંબંધિત લેખો




ભલામણ કરેલ વિડિઓઝ





  મકાન બાંધકામ માટે અંદાજ આપતા સાધનો


કોસ્ટ કેલ્ક્યુલેટર

દરેક ઘર-નિર્માતા પોતાનું સ્વપ્ન ઘર બનાવવાનું ઇચ્છે છે પરંતુ વધારે બજેટ કર્યા વિના આવું કરે છે. ખર્ચ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને, તમને ક્યાં ખર્ચ થશે અને કેટલું ખર્ચ થશે તેનો વધુ સારો વિચાર તમને મળશે.

logo

ઈએમઆઈ કેલ્ક્યુલેટર

હોમ-લોન લેવી એ ઘર બનાવવાની નાણા માટેની શ્રેષ્ઠ રીતોમાંની એક છે પરંતુ ઘર-બિલ્ડરો વારંવાર પૂછે છે કે તેમને કેટલી EMI ચૂકવવાની રહેશે. ઇએમઆઇ કેલ્ક્યુલેટર સાથે, તમે એક અંદાજ મેળવી શકો છો જે તમને તમારા બજેટની વધુ સારી રીતે યોજના બનાવવામાં મદદ કરશે.

logo

પ્રોડક્ટ પ્રેડિક્ટર

ઘરના નિર્માતા માટે ઘર બનાવવાની શરૂઆતના તબક્કા દરમિયાન યોગ્ય ઉત્પાદનોની પસંદગી કરવી મહત્વપૂર્ણ છે. તમારું ઘર બનાવતી વખતે કયા ઉત્પાદનોની જરૂર પડશે તે જોવા માટે ઉત્પાદન આગાહીનો ઉપયોગ કરો.

logo

સ્ટોરલોકેટર

ઘરના નિર્માતા માટે, યોગ્ય સ્ટોર શોધવાનું મહત્વપૂર્ણ છે જ્યાં કોઈ ઘરના નિર્માણ વિશેની બધી મૂલ્યવાન માહિતી મેળવી શકે. ઘરના નિર્માણ વિશેની વધુ માહિતી માટે સ્ટોર લોકેટર સુવિધાનો ઉપયોગ કરો અને અમારા સ્ટોરની મુલાકાત લો.

logo

Loading....